અંદર ને અંદર જીવ મારો ઘૂંટાતો જાય છે;
વિચારોના વમળમાંજ એ ફસાતો જાય છે;

ઠોકરો એટલી ખાધી છે મેં જીવનમાં, પણ
અનુભવે જીવનપથ મારો કપાતો જાય છે;

અરમાનો છે ઘણાય મારા આ મનમાં, પણ
જોઇ જવાબદારી ખૂંટીએ ટીંગાતો જાય છે;

થાય છે કે છૂટી જાઉં આ સમયની બાથથી,
જે સાપની જેમ ભરડો લૈ વીંટાતો જાય છે;

પણ જોઉં જ્યારે એ માસુમ ચહેરો "વ્યોમ"
એમનામાં આ ભવ મારો જીવાતો જાય છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111693166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now