ચાલ ચાલીને થાકી ગયો માણસ.
હવે ઈશ્વર ચાલી રહ્યો છે ચાલ.
દાવપેચ કાવાદાવા તે ખૂબ કર્યા,
જોઈ લે તું હવે પ્રભુનો આ તાલ.
કરી રહ્યો એ જગતકેરી સફાઈ.
ને આ માણસ હવે થયો બેહાલ!
કોણ બચે? કોણ મરે? કોણ જાણે?
પ્રભુ પાસે માણસની હવે શું મજાલ?
ખેડી રહ્યો ફરી એ સૃષ્ટિનું ખેતર.
"પૃથ્વી" પર ઉગશે હવે નવો ફાલ.

-Pruthvi Gohel

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111693073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now