નવા પાત્રોની છે આ દુનિયા
અજબ કલા કારોની છે આ દુનિયા

આમ તો બધા હસતા જ હોય છે
પણ અનેક દદૅ છુપાવી ને ફરતા લોકોની છે આ દુનિયા

ક્યારેય નવા વિચારો વ્યક્ત કરેછે, તો
ક્યારેક હજાર વાતો,
રોજ બરોજ થતા નવા અનુભવો ની છે આ દુનિયા

ક્યાક ગરીબ તો ક્યાક અમીર,
પણ આજે પણ ક્યાક ભેદભાભ કરતા લોકોની છે
આ દુનિયા..

સુંદર પ્રકૃતિ સાથે પ્રેમ બાધે, તો ક્યારેક અેજ
પ્રકૃતિ ને બગાડે અેવી પણ છે આ દુનિયા

ક્યારેક સારૂ તો ક્યારેક ક ખરાબ
આ બન્ને વચ્ચે આજે પણ ફસાયેલી છે
આ દુનિયા, કાયારેક સુખ અને ક્યારેક દુ:ખ
આની આસપાસ વિટાયેલી છે આ દુનિયા

નવા પાત્રોની છે આ દુનિયા
અજબ કલા કારોની છે આ દુનિયા

bhagvati Jumani

Gujarati Poem by Bhagvati Jumani : 111692555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now