નવરાત્રી માહાત્મ્ય
==============================
સર્વનું મંગલમય કરનાર માં જગત જનની આદ્યશક્તિ ની
ઉપાસના નું પર્વ એટલે નવરાત્રિ.

દરેક ઋતુ નો સંધિકાળ એટલે જ નવરાત્રી છે.આપણે મુખ્ય બે નવરાત્રી દરમિયાન માતાજી નું સ્થાપન કરી ઉપાસના કરીએ છીએ ૧. ચૈત્ર સુદ એકમથી.નવમી સુધી અને બીજી
શારદિય નવરાત્રી આસો સુદ એકમ થી નવમી સુધી.
ઋતુઓના સંધિકાળ દરમ્યાન વાતાવરણમાં એટલે કે પંચતત્વ માં ગજબ નું પરિવર્તન આવે છે તેની અસર દરેક સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પર પડે છે.

માનવ શરીર પંચમહાભૂત નું બનેલું છે, આ સૃષ્ટિમાં પણ એ પાંચ તત્વો જ છે તેથી અરસપરસ અસર થાય એ સ્વાભાવિક છે.એમા સૂક્ષ્માતિસૂક્ષ્મ કારણ શરીર માં રહેલી શક્તિઓને જાગૃત થાય અને એનો વિકાસ કરી માનવ ઉન્નતી કરે એ માટે નવરાત્રી દરમિયાન સાધન કરવાનું વિશેષ મહત્વ છે

નવરાત્રી એટલે ગરબો રમી માતાજી ની આરતી સ્તુતિ કરી
કે હવન કરવો એટલું જ સિમિત સમજવાનું નથી
નવરાત્રી એ ખુબ જ દિવ્યતા પ્રાપ્ત કરાવનાર શક્તિ પર્વ છે.
રાજા મહારાજા રાજયોગી અને ગૂઢ તપસ્યા કરનાર તપસ્વી ઓ અને તંત્ર મંત્ર યંત્ર ઈતર ની સિદ્ધ કરનાર યોગેશ્વર કે
સાધકો નવરાત્રી પર્વ નું માહાત્મ્ય જાણ્યું છે.

દશ મહાવિદ્યા કાલી ,તારા , બગલામુખી , માતંગી શ્રી વિદ્યા
વગરે ની ઉપાસકોની મંત્ર સિધ્ધિ માટે નું પર્વ છે પૂજા, દર્શન ,જપ , સપ્તશતી પાઠ ,યજ્ઞ ઈત્યાદિ દ્વારા ભકતોને ભક્તિ દ્વારા શક્તિનો લાભ લેવાનું અને ખરેખર તો દુર્ગુણો નું વિસર્જન અને સદગુણો નું ઉપાર્જન કરી કામ,ક્રોધ, લોભ મોહ મદ મત્સર વગેરે ને જીતવા માટે નું આ મહત્વપૂર્ણ પર્વ છે.

નાની બાલિકા ઓ માં ભગવદભાવ કરી કુમારિકા પૂજન કરી
દૈવી શક્તિ નો અહેસાસ કરાવનાર માંગલ્ય પ્રદ પર્વ છે.
શ્રી શક્તિ, બુધ્ધિ શક્તિ ,માયા શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ ની પ્રાપ્તિ માટેનું ઉત્તમ પર્વ છે.

અષ્ટાંગ યોગ ની સાધના કરનાર કે , કુંડલિની શક્તિ જાગરણ માટે. ખૂબ જ ઉમદા સમય એ નવરાત્રી દરમિયાન હોય છે.
લય યોગી માટે, કે હઠયોગ ની સિધ્ધિ માટે નવરાત્રી ઉત્તમ અવસર છે.

શ્રી વિદ્યા કે બગલામુખી ના સાધકો માટે સુવર્ણ તક છે. બધાજ પ્રકારના યંત્ર મંત્ર ની સિધ્ધિ પ્રદાન કરનાર નવરાત્રી ના
જેટલા પણ ગુણગાન કરીએ એટલા ઓછા છે.

આ વિશ્વમાં પાંચ તત્વો નું વર્ગીકરણ અને ત્રણ ગુણો નું સામ્રાજ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતા જ્ઞાન માં અષ્ટધા પ્રકૃતિ ની વાત કરે છે. એ પંચીકરણ દ્વારા દેહ નો વ્યવહાર ચાલે છે. શરીર માં જ્યારે તત્વો માં ગડબડ થાય ત્યારે રોગો થાય છે ,

તેનો ઉપચારો કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગો દૂર કરવા માં આવે છે. પરંતુ અમુક હઠીલા રોગોનો ઈલાજ થઈ શકતો નથી એવા અસાધ્ય રોગોનો ઈલાજ પ્રાણ ચિકિત્સા પદ્ધતિ થી કે યૌગિક ઉપચાર કે સાધનો દ્વારા ઠીક કરી શકાય છે.એ માટે સૂક્ષ્મ પ્રાણ સંવર્ધન કરવા નું આ પર્વ છે.

આ ઈશ્વરીય શક્તિ થી પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે નાસમજ છે ,આપણી સમજ થોડોક સ્વાર્થ પુરતી જ વ્યક્તિગત મર્યાદિત છે.

પરંતુ સાધક જાણે છે.કે માં આદ્યશક્તિ તો અંદર બહાર, સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ કારણ શરીર માં છે, પુરા બ્રહ્માંડ ની ચાલક શક્તિ છે. અનંત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે. એમની કૃપા દ્રષ્ટિ સદૈવ પશું પંખી વનસ્પતિ જીવ જંતુ માનવ ,દેવ દાનવ યક્ષ કિન્નર બધા પર એક સરખી જ છે.

सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111692214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now