કરવી છે મીઠી મધુર મુલાકાત મિત્રો સાથે
પણ જો ને આ કોરોના ક્યાં મળવા દે છે?

લગ્ન પ્રસંગે મન મૂકી થીરકવું છે
પણ જોને આ કોરોના ક્યાં નાચવા દે છે?

શહેરની એક એક ગલીને ધમરોળવી છે
પણ જોને આ કોરોનાં ક્યાં રખડવા દે છે?

સબંધીના મૃત્યુ સમયે કાંધ આપવી છે
પણ જોને આ કોરોના ક્યાં નનામી પણ કાઢવા દે છે

પુત્રી વલખે છે મૃત પિતાને બાથ ભીડી રડવા
પણ જોને આ કોરોના ક્યાં શબનો ચહેરો પણ બતાવવા દે છે.

"પ્રેમ" રે'જે સાવધ આ મહામારીમાં કારણકે અહી
સ્વજન વગર જ અગ્નિદાહ દેવાય છે.

✍️પ્રેમ - આનંદ

Gujarati Poem by Pramod Solanki : 111690916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now