આ ઘડપણ કોણે મોકલ્યુ ?

અંતરથી ઉડાંણ એને માપી તો જોવો
એના ઘણા જીવતરનો સમેટાયેલો ભારો નિકળે,

આજ ઘૈંડા માનવ પાસે થોડુક બેસી તો લો,
એના અભણ જીવતરનો ગુથાયેલો માળો નિકળે.

શિક્ષણનો સાથ લઇને આભાસ કરાવી સવલત બતાવી તો જોવો,
એની પાસે સ્નાતક નો પ્રમાણ આપતો તારો નિકળે.

હું વધારે જાણુ છું ને વધારે સમજુ છું એવો બફાટ કરી જોવો,
એની કરચલીમા અનુભવનો એવો તાકાતવર સાકારિત સાર નિકળે.

પૈસા ઉડાડી, નારી ડોલાવી એની હરોળમાં રહી ઉભા ટ્ક્કર લઇ તો જોવો,
એની પાસે ક્રષ્ણને ડોલાવતો ધાર્મીકતાનો ભજનનો પ્યાર નિકળે.

તામારી દરેક પરિસ્થિતિમા એની પાસે બેસી તો જોવો,
એના આખા જીવનમાં એક એક આંકડો સુસજ્જ ગોઠવાયેલો નીકળે.

“યુ” એને સહાયમા ત્રીજો પગ, લાંબો હાથ અને સમર્થ ખભો આપી તો જો,
એમા તારા જીવતરની આખે આખી સમ્રૃધ્ધીનો આહ્વાન નિકળે.

સાચુ કહુ તો……
મારા જીવતરનો ભાર ઇશ્વરથી પણ નથી ઉચકાતો,
એટલે તો સુકાયેલા છોડની માફક સુકાઇને એકલો ચાલી નિકળુ છું.

- યુવીસિંહ

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111690508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now