ક્યારેય જોયા છે?

આકાશને આંબવું હોય તો જમીનમાં ઉતરવું પડે,
કુંડામાં વટવૃક્ષ ને વધતા ક્યારેય જોયા છે?

આગ લગાડવા વાળા ખૂબ જ સસ્તામાં મળે,
દિવાસળી ની કિંમતમાં વધારો ક્યારેય જોયો છે?

રંગીન દુનિયાના જુદા જુદા રંગોમાં રંગાવુ પડે,
રંગો વગરની રંગોળી ક્યારેય જોય છે?

અનાજના કણ ને આનંદની ક્ષણ ને બરબાદ ન કરાય,
ભૂખ્યા બાળકને હસતા ક્યારેય જોયા છે?

એકમુખી રુદ્રાક્ષ હોય કે માનવજાત,
આસાનીથી મળતા ક્યારેય જોયા છે?

જિંદગીભર સત્ય ને આધીન રહેવું અશક્ય છે પણ,
અરીસા ને આત્મામાં અસત્યના  બોલ ક્યારેય જોયા છે?

નમી ગયેલા વૃક્ષની નીચે  જ છાંયો મળે,
આસોપાલવની નીચે છાયા ક્યારેય જોયા છે?

કપડાં, વાસણ, પૈસા ,દરદાગીના, ઉછીના મળે,
શ્વાસને ઉછીના મળતા ક્યારેય જોયા છે?

                           ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111689800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now