લખવા બેઠો કવન ને કાગળમાં એક ચહેરો દેખાયો હતો;
આંખો મસળીને જોયું તો એક જાણીતો પડછાયો હતો;

ભૂલવાની કોશિશ કરું છું પણ કેમ કરી ભૂલવું મારે હવે,
જે ન હતો ફક્ત શમણામાં એતો દિલમાં કોતરાયો હતો;

રીંસાયો હોત તો મનાવી લેત હું આપી મારા પ્રાણ પણ,
એને કેમ કરી મનાવું જે રીંસાયો નૈ પણ બદલાયો હતો;

શોધતો રહ્યો છું હર જગા એને દર બ દર ભટકી ભટકી,
પણ એ ન મળ્યો કારણ કે એતો અંધકારનો સાયો હતો;

એ આવશે જરૂર મને મળવા એક'દિ તું જોજે "વ્યોમ",
જીવનભર બસ આ એક ખ્યાલ રૂદિયામાં સમાયો હતો;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111689609

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now