મારૂ મોરબી શહેર આજે ભડકે બરતું જાય છે,
કોરોનાની થપાટથી મોરબી શહેર ડરતું જાય છે.

કોરોનાનો કહેર લોકોમાં ભય બનીને વરસતો જાય છે,
મારૂ શહેર મોરબી આજે ભડકે બરતું જાય છે.

નથી ક્યાય ખાલી જગ્યા, હોસ્પિટલો દર્દીઓથી ડરતી જાય છે,
ખાટલા ને બાટલા માટે લોકો ખાલી હાથે ઘરે પાછા જાય છે,
મારૂ શહેર મોરબી આજે ભડકે બરતું જાય છે.

સ્વચ્છતાનાં નામે મોટું મીંડું મોરબી બનતું જાય છે,
અસ્વચ્છતા અભિયાનના પાઠ સીખતું જાય છે,
મારૂ શહેર મોરબી આજે ભડકે બરતું જાય છે.

ઉદ્યોગોની હરણ ફાળમાં,
મોરબી પોતાની સ્વચ્છ છબી, ગુમાવતું જાય છે.
મારૂ શહેર મોરબી આજે ભડકે બરતું જાય છે.

ચુંટણી ના વચનો ખાલી ઠુંઠા, પુરવાર થતા જાય છે,
મામા, માસા, કાકા, બાપા ને જીતાડવામાં "સ્વયમભુ" પોતે ખોવાય જાય છે,
મારૂ શહેર મોરબી આજે ભડકે બરતું જાય છે.
અશ્વિન રાઠો - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111689434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now