મારા હૈયામાં થઇ છે આજ એમની પધરામણી;
કરી છે મેં એમની દિલની ધડકનથી સરખામણી;

નજર થી મળી નજરને કહ્યા મેં એ પાંચ શબ્દ,
નજર ઝુકાવીને શરમાઈ, જાણે હોય લજામણી;

ભલેને મૂખેથી એમણે કાંઇ પણ ના કહ્યું, પરંતુ
મુસ્કુરાઈને મિલનની એ ઘડી કરી રળિયામણી;

સ્વિકાર કર્યો છે જ્યારે એમણે પ્યાર હવે મારો,
બાકી બીજી બઘી ઈચ્છાઓ મને લાગે વામણી;

ખીલી ઊઠ્યો છે ચંદ્ર સોળે કળાએ આકાશમાં,
સિતારાઓ પણ ખરી ખરીને આપે છે વધામણી;

નથી રહેવાતું હવે એક પળ પણ દૂર એમનાથી,
હરેક પળ જૂદાઈની થઈ ગઈ છે અળખામણી;

નહીં છોડું હાથ, ને સાથ હું જીવનભર "વ્યોમ",
ભલેને મોત પણ આવીને કરે ખૂબ ભલામણી;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111687321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now