" થતો ગયો "
--------------
દિન બ દિન હું એમનો દિવાનો થતો ગયો;
જાણે કે હું તો શમાનો પરવાનો થતો ગયો;

જોઈ ના શકી આ દુનિયા શું પ્રેમ અમારો,
કે અમારી વિરુદ્ધ આ જમાનો થતો ગયો?

દુનિયાના ડરથી એ કેટલાં રહે છે મારાથી દૂર,
તોય જૂદાઈમાં એ સબંધ સુહાનો થતો ગયો;

મળી નથી શકતાં એકબીજાને તો શું થયું?
આ સમય પણ યાદોનો ખજાનો થતો ગયો;

આ પ્રેમ બન્યો છે ગાઢ ને મજબૂત એટલો,
કે જેટલો સબંધ અમારો પુરાનો થતો ગયો;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111685963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now