થતી રહી છે મારી અવગણના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;
ખોટા પડ્યા જીવનના દાખલા કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

અમૃત ભરેલો પ્યાલો ધરીને પછી રાખીજ દે છે એ મને તરસ્યો,
હવે દૂર થતાં ગયાં છે ઝાંઝવાં કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

કર્યા છે સદાય પ્રયાસ મેં ફૂલો પાથરવાના દરેકના રસ્તાઓ પર,
છતાંય મને જ મળી યાતના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

તુંજ મારો પાલનહાર છે ને તુંજ તો રહ્યો હમેશાં મારો આધાર,
હવે તો સમજ મારી વેદના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

બનાવ્યો છે તેં મને માનવ ને થઈ હશે ઘણી એ ભૂલો મારાથી,
તું કર ક્ષમા ને સાંભળ પ્રાર્થના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

તારૂં છોળું સમજીને લઈ લે મને તારા શરણમાં ને કર મારો ઉધ્ધાર,
હવે તો કરી દે પૂરી મારી કામના કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

કરે છે હાથ જોડીને આજીજી 'વ્યોમ' તમને કે બહુ થઈ ગયું હવે,
કિસ્મતના ખોલી દે દરવાજા કે, ઈશ્વર પણ મારી મજાક કરે છે;

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111685432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now