જવાબદારીઓથી ભરેલા જીવનની વાત કરૂં,
કે પછી ખોખલા જીવાતા મરણની વાત કરૂં.

સમંદરમાં ભરેલા એ ખારા જળની વાત કરૂં,
કે પછી તરસ છિપાવતા ઝરણની વાત કરૂં.

આમ જુવો તો નથી એક ટીપું પાણી રણમાં,
કો તો ઝાંઝવાં વાંહે દોડતા હરણની વાત કરૂં.

જીવતેજીવ તો ના કર્યું કાંઇ પણ મોક્ષ માટે,
તો કેમ? મૃત્યુ બાદ કરાતા તરણની વાત કરૂં.

હવે મિત્રતા પણ ક્યાં થાય કોઈ સ્વાર્થ વગર?
તો કેમ? મિત્ર માટે કુરબાન કરણની વાત કરૂં.

જે છોડીને ગયા છે અધવચાળે ભવસાગરમાં,
તો કેમ કરીને? હું એમના સ્મરણની વાત કરૂં.

નાત-જાત, ઊંચ-નિચ માટે લડતા માણસના,
હવે, કેમ ? કોના? ને ક્યા? વરણની વાત કરૂં.

માણસની કામ વાસનામાં ઢરણની વાત કરૂં,
કે, ભગવાનના સાંનિધ્યના શરણની વાત કરૂં.

તુંજ કહે "વિએમ" દિલની ધડકનની વાત કરૂં,
કે, શ્વાસને પરાણે ચલાવતા ધમણની વાત કરૂં.

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111684521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now