રહી ગઈ...

ફૂટી હતી નવી એક એ તો
લાગણી ની કૂંપળ લીલી
પર્ણ બનતા પહેલા કોમળ
બિચારી કરમાઈ ગઈ...

ઉડી હતી છોળો એ તો
ગુલાલ ની હૃદય માં ઘણી
કોઈ ના આવ્યું રમવા અહીં
હૃદય માં જ રહી  ગઈ...

ઘણા હરખ થકી મે તો
ભરી રંગ ની પિચકારી
રાહ જોઈ રહ્યો વિરહી
એમ જ હાથ માં રહી ગઈ...

રચી  બહુ ઉમંગ થી મે તો
ગઝલ એ પ્રણય ની હતી
વાંચનાર કોઈ આવ્યું નહી ને
દફન થઇ ને રહી ગઈ...

રાહ જોઈ હતી ઘણી મે તો
આ હોળી અને ધુળેટી ની
રમ્યું ના કોઈ "બકુલ" સંગે
"કલ્પના" મન માં રહી ગઈ...

બકુલ ની કલમે...✍️
ગઝલ
30 માર્ચ 2021
09.18

Gujarati Poem by Bakul : 111684447
Bakul 3 years ago

No at madhavpur beach

ellu 3 years ago

In Goa?my netive place.

Bakul 3 years ago

ખુબ આભાર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now