ચાલ આવ રંગાઈ એ પ્રણય રંગમાં,
રમીયે હોળી ઉમંગ સંગ ઉલ્લાસમાં...

જોઉ છું વાટ તારી નયનોની ભીનાશમાં,
રંગી દે આજ મને તારી યાદોની હેલીમાં...

ઉડી છે રંગોની છોળો હૃદયની ભીતરમાં,
તરસે મન અહિ તારા સહવાસને માનવા...

થઈ "રાજલ" પાગલ તારા પ્રેમનાં રંગમાં,
ચાલ આવી રમીયે સંગ રંગીલા ફાગણમાં...

રાજેશ્વરી

Gujarati Romance by Rajeshwari Deladia : 111683836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now