....#....લૂથ (ઊંટકટારો)...#....

શેફાલીજીના સૌજન્યથી...

પરિવાર માટે હંમેશની જેમ નવી પોસ્ટ...
નવી માહિતી...

આજે આપણે વાત કરીશું આપણાં જ પરિસરની ઔષધીય ગુણોથી ભરપૂર વનસ્પતિની... જેનું નામ છે "લૂથ" અથવા તો "ઊંટકટારો" કે "શૂળીયો "....

હા ઊંટને આ વનસ્પતિ આહાર રૂપે અતિપ્રિય હોઇ,આ વનસ્પતિ "ઊંટકટારો" તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ છે.

નામ:-

સંસ્કૃતમાં - रक्तपुष्पा ।
હિન્દીમાં - ऊंटकटारा.
તામિલમાં - કન્ટાકામ.
તેલુગૂમાં - બ્રમ્હદંડી.
અરબીમાં - અશોકુલ જમાલ.
ફારસીમાં- અષ્ટારખર
અંગ્રેજીમાં - Globe Thistle
વૈજ્ઞાનિક નામ છે :- Echinops Echinatus.

ઓળખ :-

આ વનસ્પતિ નીચે ભરાવદાર કાંટાળાપર્ણથી ઘેરાયેલી હોય છે. મધ્યમાંથી ૩/૪ ફૂટની સફેદ રંગની શાખા નિકળે છે. એની ટોચ પર સફેદ અને જાંબલી રંગનું ગુચ્છેદાર ફૂલ હોય છે.
અને એ ફૂલની મધ્યમાંથી પણ ૩-૪ ઇંચના કાંટા નિકળેલા હોય છે.

ઔષધિય ગુણ અને ઉપચાર :-

૧) માથાનો દુખાવો:-
લૂથની જડ ને સૂંઠ સાથે પીસીને માથા પર લગાવવાથી ગમે તેવું માથાનું દર્દ દૂર થાય છે.

૨) આંખોના રોગો :-
ત્રણ - ચાર લૂથના કાંટાળા ફૂલોના ગુચ્છા લઇને પાણીમાં વાટી લો. પછી એ દ્રાવણને પાતળા કપડાંમાં ગાળી લો.
આના બે -બે ટીપાં સવાર સાંજ આંખમાં નાખવાથી આંખોનું ફૂલું ઠીક થાય છે અને રતાંધણાપણું પણ દૂર થાય છે.

૩) ગળાના રોગો :-
લૂથના પાંદળાને વાટીને લેપ બનાવીને ગળા પર લગાવવાથી ગળાના તમામ રોગો દૂર થાય છે.

૪) ઊધરસ (ખાંસી) :-
લૂથના પંચાંગને પીસીને ગોળ સાથે પીવાથી ગમે તેવી ઊધરસ મટે છે.

૫) શ્વાસની તકલીફમાં :-
લૂથના પાનનો રસ કાઢી એમાં સપ્રમાણ મધ ભેળવીને ચાટી જાઓ. શ્વાસની તકલીફમાં આ ખૂબ લાભદાયી નિવડે છે.

૬) તરસ :-
ગરમીમાં વારે વારે ગળું સૂકાઇ જતું હોય ત્યારે લૂથની જડનો કાળો બનાવીને પીવાથી લાભ થાય છે.

૭) મંદાગ્નિ :-
અડધી ચમચી લૂથની જડ ના ચૂર્ણ સાથે અડધી ચમચી ખારેકનું ચૂર્ણ ભેળવીને લેવાથી પાચનશક્તિ વધે છે.

૮) પિળિયો (પાંડુરોગ ) :-
૨ થી ૫ ગ્રામ લૂથની જડનું અડધી ચમચી કાળા તલ સાથે સેવન કરવાથી પાંડુરોગ ઠીક થાય છે.

૯) મધુપ્રમેહ (ડાયાબિટીસ ):-
૧ ગ્રામ લૂથની જડની છાલ + એક ગ્રામ ગોખરુ + ૧ ગ્રામ મિસરી ને નવશેકા પાણી સાથે પીવાથી ડાયાબિટીસ સામાન્ય રહે છે.

૧૦) પરસેવાની દુર્ગંધ :-
લૂથની જડને છાંયડામાં સૂકવીને પીસી લો.
ત્યાર બાદ એક ચમચી મધ સાથે ૨ ગ્રામ એ ચૂર્ણ લઇ ચાટી જાઓ... આમ કરવાથી પરસેવો ઓછો આવશે તથા પરસેવાની દુર્ગંધ નહીં આવે.

આવા તો અનેક ફાયદાઓ છે આ વનસ્પતિના...
જે આપણને જાણ ન રહેતા,આપણે એને એક કાંટાળો છોડ સમજી ઊખેડી ફેંકીયે છિયે.

બસ આમજ મોજમાં રહો...
સ્વસ્થ રહો...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર...

Gujarati Blog by Kamlesh : 111680555
Kamlesh 3 years ago

આપનું સ્વાગત છે

Rohiniba Raahi 3 years ago

આ તો મને ખબર જ નતું...સારું થયું મળી માહિતી

Kamlesh 3 years ago

ધન્યવાદ દર્શિતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ ઘનશ્યામ ભાઇ...

Kamlesh 3 years ago

ધન્યવાદ મહોદયા...

Aksha 3 years ago

Saras mahiti

Kamlesh 3 years ago

ધન્યવાદ ભાઇ ને!!!

Bhavesh 3 years ago

સરસ માહિતી

Shefali 3 years ago

એકદમ સાચી વાત કહી..

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...!!!

Parmar Geeta 3 years ago

Waah saras mahiti.. 👌👏👏

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી....!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ દેવેશભાઇ...!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 years ago

તો જ ધાર્યું પરિણામ આવે... બાકી આયુર્વેદમાં કોઇ એવી બીમારી નથી જે લાઇલાજ હોય...

Krishna 3 years ago

Wahhhhhh bhai ji ekdm mast mahiti Aapni vnspti jdibuti ni👌👌👌

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી... હા એકદમ સાચું... આપણી આસ પાસ અનેક ઔષધી છે. પણ જાણ ન હોવાથી એનો લાભ નથી લઇ શકતાં... અને બીજું એ કે, આયુર્વેદિક ઉપચાર લાંબા ગાળે પરિણામ આપે છે..... પણ એ રોગને જડથી કાયમ માટે દૂર કરે છે. જ્યારે ડોક્ટરની ગોળીઓ ત્વરિત પરિણામ આપે છે. જે ક્ષણીક રાહત હોય છે. અને જેમ જેમ વધુ સેવન કરતા જાવ તેમ તેમ એ ગોળીઓથી પણ સાજા ન થઇ શકતાં ઊલટાની આડઅસર તળે બીજા દુખોને નોતરી બેસે છે... બસ આજની ફાઇ - જી પેઢીને રોગ દૂર કરવા આયુર્વેદનું ટૂ જી જ વાપરવું પડશે. અને સંયમ રાખવો પડશે..સાથે સાથે પરેજી પણ.

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી...!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ સોનલજી...!!!

Kamlesh 3 years ago

ધન્યવાદ અફસાનાજી...!!!

Devesh Sony 3 years ago

Vah bhai.... Khooob Saras... 👌👌👌🙏

SHILPA PARMAR...SHILU 3 years ago

Wah ગુરુજી સરસ માહિતી આપી...👌👌👌 ખૂબ ખૂબ આભાર....😇

Shefali 3 years ago

ખૂબ સરસ માહિતી.. આવી તો કેટલીય ઔષધિ હશે જેનાથી મોટા ભાગના લોકો અજાણ હશે અને એટલે જ એના લાભથી વંચિત રહી જતાં હશે..

Sonalpatadia Soni 3 years ago

વાહ...સરસ માહિતી આપી..ધન્યવાદ

Afsana 3 years ago

Saras mahiti☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now