આ વસંત ને વાદળી ક્યાં કાયમ રેલાય છે,
તું આવે ને ઘડી બે ઘડી ભર તોય કમાલ છે.

નથી તને પામવાની ઈચ્છા તોય તને ચાહુંને એમ,
ઘડી બે ઘડી ભર આવ, એમ કહેવાય જાય છે.

જુઠા આ જગતના રીત રિવાજો ક્યાં કોઈથી તોડાય છે
પણ આ શમણા તોય ક્યાં કોઈથી રોક્યા રોકાય છે

દેહ તણા આ માટી ના પૂતળા કાલે માટીમાં ભળી જા શે
હૃદયથી હદય ને મળતા ક્યાં કોઈથી રોકાય છે.

જાણું છુ મૃગજળ છે જીવન, પતઝડ માં ખીલી જાય છે
આવને ઘડી બે ઘડી ભર તો એ કમાલ થઈ જાય છે

પ્રેમની આ અટારીયે કોઈનો દિ' પ્રતીક્ષામાં જાય છે
તોય નિસાસો ન નાંખે એમ રાહ જોવાય જાય છે.

Gujarati Poem by Krishvi : 111680346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now