કહેવાય છે માણસ ખરાબ હોતો નથી એનો સમય ખરાબ હોય છે . શુ ખરેખર એવું હોય છે ?
કોઈપણ વ્યક્તિ વર્તમાન માં જે વ્યક્તિત્વ ધરાવે છે તે તેના ભૂતકાળ માં લીધેલા અનુભવો અને નિર્ણયો નું પરિણામ હોય છે .સમય એ ક્ષણ છે જ્યારે વ્યકિત પોતાના વ્યક્તિત્વ ને જીવે છે .અને એ દરેક ક્ષણ નો સરવાળો વ્યક્તિત્વ માં બદલાવ લાવે છે .બાળપણ માં થયેલ એક નાનકડો ખરાબ અનુભવ પણ માણસ ના વ્યક્તિત્વ નો બારીક ભાગ છે .
સમય દરેક ક્ષણે તેનું રૂપ બદલતો રહે છે .ક્યારેક તે ધૂંધળો હોય છે તો ક્યારેક સૂરજ ની પણ આંખો અંજાઈ જાઈ એવો પ્રકાશ બનીને આવે છે .

ગમ વિનાની જિંદગી ને , હું ખુશખુશાલ,
દુશ્મનો નથી કોઈ , પરિવાર મારો ઢાલ ,
પણ ,નથી જાણતો થશે શું ,જ્યારે પડશે કાલ,
ખેલ છે વિકરાળ આ , જેનો છે જનેતા કાળ

ગમ વિનાની જિંદગી હતી એ વ્યક્તિ ની . બધું બરાબર ચાલતું હતું . વડોદરા જેવા મોટા શહેર માં શનય ને નોકરી પણ મળી ગઈ હતી . શનય ના માતા-પિતા ગામ માં તેના મોટા ભાઈ ભરત સાથે રહેતા હતા . તેઓ પૈસે ટકે પણ સુખી હતા . શનય વડોદરા માં મલ્ટિનેશનલ કંપની માં નોકરી કરતો હતો .રોજે કંપની ની બસ શનય ના ઘર પાસે આવતી અને રોજે શનય એમાં જ મુસાફરી કરતો ,અને પાછા ફરતી વખતે પણ બસ માં જ મુસાફરી કરતો . પણ એ શનિવારે શનિ ભારી હતો અને કોઈ ચલ ચોઘડિયે શનય એ ઓફીસ થી પાછા ફરતી વખતે એના મિત્ર સાથે bike પર જવાનું નક્કી કર્યું ,અને અકસ્માત માં તેનું મૃત્યુ થયું .
શુ કિંમત છે જીંદગી ની ? જો એકમ સમય હોય તો જિંદગી ની કિંમત ફકત એક સેકન્ડ છે . હા માત્ર એક સેકન્ડ . જો માણસ નીજિંદગી ની સમય સામે કોઈ કિંમત નથી તો તેની ભૂતકાળ માં કરેલી ભૂલો ને શુ મહત્વ ની !
તો શા માટે તેની ભૂલો ને યાદ રાખવી

વાત છે નાનકડી, શાને કરે છે તું મોટી,
ભૂલ બધા કરે છે , નથી તે વાત ખોટી.
માફકરી એકવાર, આપ તેને મોકો,
સુધારશે તે ભૂલો ,સ્વીકારસે તેને લોકો.

જોઈ લે દર્પણ માં ,તું પણ છે અધુરો ,
આવશે સમય તારો પણ ,કરશે એક ટકોરો.
તું પણ રાખજે સાથે , થોડા મિત્રો ને ગોતી,
વાત છે નાનકડી ,શાને કરે છે તું મોટી .

Gujarati Blog by Raaj : 111679401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now