લીમડો ને રાયણ

બેસી રહ્યો
હું એની શીતળ છાંય માં
વીતી ગઈ
જો ને
આખી બપોર
આવતી ક્યારેક એ
મીઠી યાદ ની જેમ
ઠંડી હવા ની
લહેરખી
મારા
તનમન ને શીતળતા
અર્પતી
જોયું તો
અહા.... લીમડો ને રાયણ
પાસ પાસે ઉભા
આલિંગી
ને એકમેક માં એવા
ગુંથાયા
જાણે
રાધાકૃષ્ણ નું મધુર
આલિંગન...
થયું આ
મહોબ્બત ના આશક
ને
ચાલો અહીં પણ
પ્રેમ
વરસી રહ્યો છે "બકુલ"
જેવો
ભીતર મારી...

-બકુલ ની કલમે...✍️
પ્રકૃતિ પ્રેમ
20-03-2021
18.08

Gujarati Poem by Bakul : 111679348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now