આંગણે પધાર્યા આજ મારા મુરલી મનોહર,
ને થઈ ગઈ મારે મન મારી ઉઘડતી દિશાઓ....

જોતી તી વાટ એની કેટલાય વર્ષોનાં વર્ષોથી,
પુરી થઈ આજ એનાં પ્રેમભર્યા આગમનથી...

આવો આવો મારા મુરલી મનોહર પ્રેમે આવો,
આવી મુજ દિવાનીની આશ પ્રેમથી પુરી કરો....

મટુકી ગોરસની મે તુજ માટે પ્રેમથી સજાવી,
આવી મુજ આંગણે એને પ્રેમથી આરોગો....

થઈ ભાવ વિભોર "રાજલ" તારા આગમનથી,
બદલાઈ ગઈ દિશા મારી તારા આવવાથી.....

રાજેશ્વરી

-Rajeshwari Deladia

Gujarati Poem by Rajeshwari Deladia : 111679307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now