બંધ નઝર ભરી આંખો તારી,
જોઈને મન મારૂ હરખે છે.

સ્મિત તારૂ ચેહરા પર,
કાયમ નઝરે છલકે છે.
શીતળતા એ ચેહરાની,
જોઈને મન મારૂ હરખે છે.

બાંધુ નઝર હું એવી તારી,
કોઈની નઝર તુજ પર ના પડે,
તારા ચેહરા પર નું કાળુ ટપકું;
જોઈને મન મારૂ હરખે છે.

એક એવો ભાવ તારો,
કાયમ દિલમાં રહે છે,
એ ભાવ ને "સ્વયમભુ";
જોઇને મન મારૂ હરખે છે.

બંધ નઝર ભરી આંખો તારી,
જોઇને મન મારૂ હરખે છે.

-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Song by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111678812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now