પૈસા આપી ને ધૂળ ખરીદી છે ક્યારેય
મે લીધી છે, જાજો બધો પ્રેમ આપી ને
બદલામાં ધોખો, વિશ્વાસઘાત,દગો,
ને આ બધું આપવા વાળા ને એમ
લાગતું હતું કે એ ફાવી જાય છે,પણ

એ સોદો મારા માટે તો ફાયદા વાળો
સાબિત થયો,કારણ કે પ્રેમની મૂડી તો
મારી ખોટમાં જતી હતી ને એની તો
ધૂળ જ જઈ રહી હતી ને..ને હું પણ
ખબર હતી છતાંય આપતો જ રહ્યો...

હા કદાચ આને પાગલપન કહેશે બધા
પણ,બધા આમજ તો કરતા હોઈ છે ને ?
હા,પ્રેમ એ કંઈ વેપાર નથી કે નફો નુકસાન
જોવામાં આવે,પણ કેવાનો મતલબ એટલો
કે,પ્રેમ આપી ને બદલામાં શું આવું જ મળે?

આપણે જે બંજર જમી ને પાણી આપી
પ્રેમ ના બીજ રોપી ને શંભાળ નું ખાતર
નાખીએ એ ..
" એ બાગમાં ભાગનાં આપે તો કંઈ નહીં
તાજુ નઈતો વાસી પણ ગુલાબતો જોઈએ ને"

Gujarati Poem by Pankaj Bambhaniya : 111675837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now