Part 2
       સુનિતા શાળાએ નથી જાતિ એ વાત તો તેની સહેલીઓને તેમજ પાડોશીઓને ખ્યાલ આવી જ ગયો હતો પણ હવે શાળાએ પણ આ વાત પહોંચી ગઈ કે કદાચ સુનિતા પોતાનું ભણવાનું છોડી દેવાની હશે માટે જ શાળાએ આવવાનું છોડી દીધું છે
       પણ સુનિતા ના વર્ગ શિક્ષક બધાથી અલગ જ વિચારસરણી ધરાવતા હતા કોઈના ગળે એ વાત તો નજર ઉતરી કે સુનિતા હવે ભણવાનું છોડી દેશે પણ સુનિતા ના વર્ગ શિક્ષક સુજીત શર આ બાબત ખૂબ જ ખટકે છે કે શા માટે સુનિતા હવે ભણવાનું છોડી દેશે આટલી હોશિયાર કાબીલ દીકરી શા માટે પોતાનો અભ્યાસ છોડી દેશે ...
સુજીત શર નું વ્યક્તિત્વ એટલે બહારથી ખૂબ જ ગુસ્સાવાળા કડક પણ હંમેશા બીજા માટે વિચારવા વાળા અને પોતાના વિદ્યાર્થીઓના કલ્યાણ અર્થે ખુબજ સુજીત શર માટે ચિંતિત વિષય બની ગયો હતો તેઓ વિચારવા લાગ્યા કે હંમેશા દરેક કાર્યમાં આગળ અને ખૂબ જ સુશીલ એવી સુનીતા જો આમ ભણવાનું છોડી દેશે તો એના ભવિષ્યનું શું? સુજીત સર વિચારે છે કે મારે એના માટે કંઈક કરવું જોઈએ આમ હું હાથ પર હાથ ધરીને બેસી ન રહી શકું અને પોતાના વિચારોને આચરણમાં મૂકીને એક દિવસ રિસેસના સમયમાં સુનિતાના ઘરના સરનામે જઈ પહોંચે છે..
બહારથી સુનિતાના ઘર ને જોઈને જ સુજીત શર  સમજી જાય છે કે તેના ( સુનિતા) ઘરની આર્થિક પરિસ્થિતિ કેટલી હદ સુધી ખરાબ હશે અને તે સમયે તે એક સંકલ્પ કરે છે કે ગમે તે રીતે સુનીતાને ભણાવવામાં મદદ કરશે અને આજથી સુનીતા ની જવાબદારી પોતે જ સંભાળી લેશે ત્યારબાદ જુનવાણી ઢબ થી માટીથી લીપેલા ઘરમાં તે પ્રવેશે છે અને જાણે છે કે સુનીતા તો આજ તેના પિતા સાથે બાજુના ખેતરમાં મજૂરી એ ગયેલ છે એ જાણી તેનો અંતરાત્મા ખૂબ જ દુઃખી થાય છે કે આટલી નાની ઉંમરમાં પણ માણસો ઉપર કેટલી મોટી જવાબદારીઓ હોય છે સુજીત શર જોવે છે કે સુનીતા નાના ભાઈ બહેન સરકારી શાળાએ જવાની તૈયારી કરતા હોય છે અને તેમની સાથે વાતચીત દરમિયાન એ જાણે છે કે હાલના એન્ડ્રોઇડ યુગના જમાનામાં સુનિતાના ઘરમાં સાદો મોબાઈલ પણ છે જ નહીં
જે ખેતરમાં તે લોકો મજૂરીએ ગયા હોય છે તેમનો સંપર્ક કરીને સુનીતાના પિતા સાથે તે વાત કરે છે તે દરમિયાન જ સુનીતા પોતે જ પોતાના વર્ગ શિક્ષકની કહે છે કે સાહેબ હવે કદાચ હું નહીં ભૂણી શકું
પણ સુજીત સર હાર માનતા નથી અને કહે છે કે બસ તું અને તારા પપ્પા એકવાર શાળાએ આવી અને મને મળી જાવ.. બીજે દિવસે શાળાએ સુજીત શર  બધા બાળકો માટે ચોકલેટ લઈને જાય છે અને બાળકોને કહી દે છે કે આજે જ્યારે સુનિતા આવે ત્યારે આપણે તેનું સ્વાગત ચોકલેટથી કરશું.. એકાદ કલાક બાદ પણ સુનિતા જ્યારે શાળાએ નથી આવતી ત્યારે બધા વિદ્યાર્થીઓ તો માને છે કે હવે તે નહીં જ આવે પણ ત્યાં જ સુનિતા પોતાનું દફતર લઈને યુનિફોર્મમાં સજ્જ પોતાના વર્ગ શિક્ષક સુજીત શરને કહે છે કે સાહેબ શાળાએ આવી છું અને મારા પપ્પા તમારી જોડે વાત કરવા માંગે છે.... અને પછીનો બધો જ સુનીતા નો ખર્ચ તેના વર્ગ શિક્ષક સુજીત શર સંભાળી લે છે...અને સુનિતા પોતાના સ્વપ્ન પૂર્ણ થતાં હોય એવું અનુભવે છે.
જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111673185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now