હા હું દિકરી છું .
હા હું દિકરી છું .

હા હું ફુલ સમાન કોમળ છું .
હા હું ફુલ સમાન કોમળ છું.

હા જો વાત મારા અસ્તિત્વની આવે ,
તો હું ગજૅતી સિંહણ છું.

હા હું દિકરી છું .
હા હું દિકરી છું .

હા જો વાત મારા ચારિત્ર્યની છે .
તો હું અબળા નારી નથી .
ગજૅના કરતી સિંહણ છું .

હા હું દિકરી છું.
હા હું દિકરી છું.

હા જો વાત હકની છે .
તો હું હક માટે લડતી ઝાંસી (જાસી)ની રાણી છું.

હા હું દિકરી છું.
હા હું દિકરી છું.

હા જો વાત મારા સપનાઓની છે .
તો હા હું આકાશ માં ઉડતું પંખી છું .

હા હું દિકરી છું.
હા હું દિકરી છું.

હા જો વાત સંસ્કારની છે , તો
હું ઘુન્ઘટ પાછળ છુપાયેલી દિકરી છું.

હા હું દિકરી છું .
હા હું દિકરી છું .

હા જો વાત પાલન-પોષણ , ઉછેરની છે , તો
હા હું એક માં સ્વરૂપમાં છુપાયેલી દિકરી છું .

હા હું દિકરી છું.
હા હું દિકરી છું.

પિતાનું ધબકતું હદય ....
" પપ્પા ની લાડકી " નામથી પ્રસિદ્ધ હું ......

હા હું દિકરી છું .
હા હું દિકરી છું.

✍️ VYAS DHARA ✍️

Gujarati Poem by Vyas Dhara : 111672967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now