કુખમાં રહું છું ને રાખી શકું છું…
ભલે નથી ભગવાન હું તો પણ જન્મ આપી શકું છું….
છે મારા માં તાકાત કે હું દેશ ને વીર આપી શકું છું..
ભલે રહું પોતે અભણ પણ જિંદગી ના પાઠ ભણાવી શકું છું…
આવડતું નથી ગણિત ભલે પણ હિસાબ રાખી શકું છું…
ઓછી આવકે પણ ઘર ચલાવી શકું છું…
જરા અમથું સ્મિત મળે તો નીખરી શકું છું….
ભલે ના વાપરું મોઘાં પ્રસાધનો પણ હું સુંદર લાગી શકું છું…
હોય સાથ જો પરિવાર નો તો હું કંઈ પણ કરી શકું છું..
પરણીને ભલે આવી પારકી હું…
પોતાની આવડતે હું બીજાને પોતાના કરી શકું છું…
નથી પુરુષ સમોવડી ભલે…પણ મંદિરમાં તો પહેલી પૂજાઈ શકું છું..(રાધે-ક્રિશ્ના,સીતા-રામ,લક્ષ્મી-નારાયણ)
ગર્વ છે મને ખુદ પર કે હું પોતે નવું જીવતદાન આપી શકું છું…..
છું એક સ્ત્રી ભલે…પણ સૌ કિરદાર નિભાવી શકું છું..
Happy women's day 🙏🏼

-Naresh D Chaudhary

Gujarati Motivational by Naresh D Chaudhary : 111672954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now