વહેલી સવાર તો રોજ ઘરકામ થી જ શરૂ થતી સુનીતાની. બધા માટે ચા નાસ્તો બનાવી ને બપોર ની રસોઇ પણ આટોપી ને ફળીયા સાફ કરવા થી લઈને કપડાં,વાસણ... રોજનો તેનો દિવસ વહેલી સવારે ૪ વાગ્યાથી શરૂ થાય તો પૂર્ણ રાતના દશેક વાગી જાય... વળી રાત્રે સૂતી વખતે પણ દૂધ જમાવવું થી લઈને સવાર ના કામ ના આયોજન અંગેની વિચારણા તો મન માં ચાલતી જ હોય... સુનીતા ના આ કામ ની રોજની આ  દિનચર્યા  જાણે તેને નવી ઊર્જા આપતી...
વળી ઘરમાં સૌ ભાઇ-બહેનો પોતે મોટી હોવાથી તમામ જવાબદારીઓ પણ તેને સંભાળવાની હોંશે હોંશે પોતાના દરેક કામમાં તો આગળ રહેતી જ પણ ભણવા માં પણ ખુબ હોશિયાર.
ક્યારેય શાળા ના ગૃહકાર્ય માં આળસ ન કરે... વળી ચહેરા પર સ્મિત હંમેશા શોભતું તેને...11 માં ધોરણમાં આવતા ઘરની જવાબદારી માથે આવી પડી તેમ છતાં સુનિતા ક્યારેય હાર ના માનતી હંમેશા પોતાના કાર્યમાં મસ્ત રહેતી અને બીજાને મદદ કરવા તત્પર રહેતી જ્યારે પોતાના કામમાં મશગુલ રહેતી... અગિયારમા ધોરણમાં આવતા  તેની માતાની તબિયત લથડવા લાગી તેમ છતાં પોતાના ઘરમાં મોટી બહેનની સાથે સાથે મા બનીને નાના ભાઈ બહેનનું ધ્યાન રાખતી... ઘરની આર્થિક પરિસ્થિતિ પણ માતાની તબિયત ના કારણે થોડી બગડવા લાગી પણ સુનિતા ક્યારેય ઘરમાં કોઈ ને ખબર ના પડવા દેતી.. હવે એ પણ ઘરકામ કરી ને પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદ કરવા માટે ઘરની બહાર જ્યાં કામ મળે ત્યાં કામ કરવા લાગી પણ પોતાના અભ્યાસ ને પણ યોગ્ય રીતે ન્યાય આપવા માટે સમય ન ફાળવી શકતી ધીરે-ધીરે ઘરની પરિસ્થિતિ થાળે પાડવા માંડી પણ પોતાના અભ્યાસ માં હવે ધ્યાન ન આપી શકતી... એક દિવસ પણ શાળા એ ગેરહાજર ન રહેનારી સુનીતા હવે ઘેર હાજર રહેવા લાગી...પોતે જોયેલા સ્વપ્નો જાણે વિસરાઈ જાય છે... ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ પોતાના સ્વપ્નનું બલિદાન આપી દે છે... નાના ભાઈ બેન ની જવાબદારી પોતાના સ્વપ્ન ને રગદોળી દે છે... શાળા ના સ્કૂલ બેગ ની જવાબદારી કરતા પણ વધારે એના ખભા પર પોતાના પરિવાર ની જવાબદારી આવી જાય છે...અને સુનીતા નું સ્વપ્ન અધુરું.... Next part...
( આજે વુમન્સ ડે છે...બીજું કંઇ ન કરી શકી એ તો કંઈ નહીં પણ સ્ત્રીઓના અભ્યાસમાં જે ખલેલ પહોંચે છે   શું તેને ન અટકાવી શકાય ? ચાલો આપણે સૌ એક  નિણર્ય કરીએ કે દીકરીઓને ભણાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીએ. સમાજના એક જાગૃત નાગરિક તરીકે આપણી સૌની ફરજ બને છે આપણે આપણા સમાજની સ્ત્રીઓ માટે કંઇક કરીએ...)જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111672538
Bindu _Maiyad 3 years ago

Thank you so much 🙏🙏

Bindu _Maiyad 3 years ago

Thank you so much 🙏🙏

shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર લેખ તથા મહિલા દિન નિમિત્તે હાર્દિક શુભકામના 💐🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now