ટેકનિકલ ખામીને કારણે
સૂર્યોદય નહી થાય
આકાશમાં શું કયારેય ,
આવું લખેલુ પાટીયુ દેખાય ?

માંદો હોવાને કારણે ,
આજે ચંદ્ર નહિ દેખાય.
શુ રાત્રે આવા સમાચાર,
ગગન મા ફલેશ થાય?

બિલાડીને ઘુટણમાં વા થયો છે,
એનાથી ઊંદર નહિ પકડાય.
દરરોજ બે વાર મુવ લગાડે,
તો જ કંઇક થશે ઉપાય.

ભમરાના પગે છાલા પડયા છે,
હવે એનાથી ફુલ પર નહી બેસાય.
એની એડીએ ક્રેક ક્રીમ લગાવો,
તો જ એનાથી ફૂલ જોડે પ્રેમ થાય.

વાઘને આંખે મોતિયો આવ્યો,
એટલે એને શિકાર નહિ દેખાય.
એનુ ઓપરેશન તો થઈ શકે,
પણ ડોક્ટર વાઘ થી બહુ ગભરાય.

હાથીને કેળાની લાલચ ના આપો,
હવે એ કેળા નહિ ખાય.
ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનું ,
પછી કેટલુ વજન વધી જાય?

આ દુનિયા આખીમાં બધા જીવો,
સરળતાથી જીવી જાય.
શુ માણસનું જ આખુ જીવન
બસ ફરિયાદોમાં જ પુરું થાય???!

જીવનમાં જેટલી ફરિયાદો ઓછી
એટલા તમે વધારે સુખી... 😄

મોજ થી જીવી લેવુ . . . .
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે........🙏🌹🙏

Gujarati Blog by Kavita Gandhi : 111670105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now