નીકળે

આખી રાત સપના સળગ્યા હશે,
નહીં તો સવારમાં આટલો ઉજાસ ના નીકળે.

પીડાની લાગણીનો કિલોગ્રામમાં મપાતી નથી,
નહીં તો ઘાયલ મનના પુરાવા ભારોભાર ના નીકળે.

સ્મિતસભર ચહેરાની વ્યથા ક્યારેય ન સમજાય,
હંમેશા આંસુ વરાળ બની હાસ્ય સાથે નીકળે.

નિષ્ફળ વ્યક્તિઓ પાસે કારણો નીકળે,
સફળ વ્યક્તિઓ પાસે તારણો નીકળે.

જવને ફોલીએ તો તેમાંથી ઘઉં નીકળે,
ભીડને તરાશીએ તો પારકા માંથી પોતાના નીકળે.

ચિત્ર માં જેવા રંગો પુરી એ તેવું નિખરે,
બહુ રૂપિયા થી રંગાયેલો માણસ બહુરૂપી નીકળે.

જીંદગીના રસ્તા સીધા અને સરળ હોય તો,
મનના વણાંકો ખતરનાક નીકળે.

અર્થી બીજાના ખભા ના સહારે નીકળે,
પણ જિંદગી તો પોતાના ખભા ના સહારે જ નીકળે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111670089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now