ક્યારેક પજવી જાય છે,
ક્યારેક ભીંજવી જય છે,
ક્યારેક હોઠે સ્મિત રમતું મૂકી જાય છે..
યાર..એની યાદો બહુ રડાવી જાય છે.
એનાં આવવાનો સમય નથી,
જવાની જરાય ખબર નથી,
બસ એકલા હોઈએ ત્યારે આવી જાય છે..
યાર..એની યાદો બહુ રડાવી જાય છે.
આવે છે લાગણીનાં રથ પર સવાર થઈ,
જાય છે આંસુના ટીપે અસવાર થઈ,
હૃદયનાં તાર ઝણઝણાવી જાય છે..
યાર..એની યાદો બહુ રડાવી જાય છે.
ટોળામાં કરી મૂકે છે મને એકલો,
એકાંતમાં લાગે જાણે હું બેકલો.
લપાઈ છુપાઈ સંતાઈ વાર કરી જાય છે.
યાર..યાદો બહુ રડાવી જાય છે.
યાર..યાદો બહુ રડાવી જાય છે.

અશોક ઉપાધ્યાય
28/02/2021

Gujarati Romance by Ashok Upadhyay : 111668539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now