મારી નવી રચના " એ સમય પણ મારો જ હતો"

ઘરના એ સૌથી નાનકડા મગજમાં એક ભયંકર ભણકરો હતો,
સમયના એ ચાલતા ચક્રમાં આવેલા વિકટ સમયનો રણકરો હતો.

આવેલો એ અઘરો અને વિકટ સમય કણ કણમાં ખારો હતો,
પણ તેની સામે  જોતા એક અનુભવ થયો કે આ સમય પણ મારો હતો.

તને પણ જોઈ લઈશું એવા ભાવ સાથે  તે સમયને પણ અમારો આવકારો હતો,
લડી લઈશું આ સમયને યુદ્ધમાં એવો અમારા મગજમાં હુંકારો હતો.

બહુ થકાવતો અને બહુ ડરાવતો જાત જાતના ખેલ કરાવતો હતો,
પણ પછીતો હિંમતથી લડાતા જોઈ  યુદ્ધમાં અમારાથી એ પણ ગભરાતો હતો.

અમને પણ આમ નીડર જોતા હવે વિકટ સમયને પણ સમયનો જાકારો હતો,
સરસ રમ્યા આ રમતને કહેતા હવે સમયની સાથે ઇશ્વરનો પણ અમને સહારો હતો.

ગુજરેલા એ વિકટ સમય પછી અમારા માટે હવે યોગ્ય સમયનો વારો હતો,
સમયની સામે ફરી જોતા અનુભવ થયો કે એ સમય પણ મારો મારો અને મારો જ હતો.
સમયની સામે ફરી જોતા અનુભવ થયો કે એ સમય પણ મારો મારો અને મારો જ હતો .

લી. અંકિત કે ત્રિવેદી

Gujarati Poem by Ankit K Trivedi - મેઘ : 111668495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now