મયખાનુ  હું છું,ને ભીતર થોડી તો પ્યાસ છે,
છલકાય છે જો સુરાહી એમાં મય ખાસ છે;

મદહોશીમાં કોણ છે,એવી ખબર હોય ક્યાં,
રંગે નુરાની મહેફિલ , માણતો વાસ છે;

હું એટલે તો મટી, જતુ હોય છે જાણે કે,
ઝાકળ મળે સુર્ય ને , એવું અનાયાસ છે.

અંદર જરા ડોકિયું, થઇ જાય જો સ્હેજ માં,
સંકલ્પ નો જાણે થ્યો , સાચે જ સંન્યાસ છે.

ઉમ્મીદ ના ઘરને, સળગાવી ને આનંદ માં,
પ્રેમાળ રૂપે જ, ચેતન નો અહેસાસ છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111668351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now