દિવાના છે રૂપના તમારાં એવા વહેમમાં ના રહો,
અહમને સાથે રાખી તમે પ્રેમમાં ના રહો.
આમ પણ કિનારે જ હતી નાવ મારી,
સાથે રહી ડુબાડવાની મથામણમાં ના રહો.
ચેતવી છે જાત મારી સ્વાર્થ ના જંજાળ થી,
પાછળથી ઘા કરવાના ઈરાદામા ના રહો.
નથી અનુભવ સંબંધ નો કૂંપળ છું હજી..
તમે ઝાડ સમજી કાપવાની રાહ માં ન રહો...

Gujarati Good Evening by Flora Parmar : 111668140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now