દરવાજા શબ્દોના ખુલે ,કહું દિલ તોલી ને,
પ્રેમાળ જ્યોતિર્મય છું હું ,કહું દિલ ખોલી ને.

વિસ્તાર છે મ્હારો જોને સથવારે ‌સમતા માં,
શબ્દો ની વાસંતી ફોરી , કહું દિલ ડોલીને.

ચાલ્યા કરે ખેલો ત્યાં નિશદિન ગેબી ભાવે જો,
દિલરૂબા છે મુર્તિ માં જો, કહું દિલ ઝોલી ને.

દુનિયા ગજબ છે મતલબી‌ સ્વાર્થી ને લુચ્ચાની,
તૃષ્ણામાં ત્યાગી નાચે જો , કહું ‌દિલ મોલી ને.

ખોઈ ખરેખર આપને, આનંદ માણી લોને ,
ચક્કર નિરંતર ફેરા ફરતુ , કહું દિલ તોલી ને .

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111668054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now