હોય છે

મનના કૂવામાં શબ્દોની સભા ભરાય,
ત્યારે કવિતાનું સર્જન થતું હોય છે.

સપના પણ કેટલા છેતરામણા હોય છે,
બંધ આંખે બધા સોહામણા હોય છે.

પડછાયા પાસે પાઠ ભણવાનો હોય છે,
ક્યારેક નાના તો ક્યારેક મોટા થવાનું હોય છે.

વર્ષો બાદ મળીએ તો જુનો ચહેરો બદલાયેલો હોય છે,
હૃદયની ભીનાશ ઓગાળીને ભીતરથી કોરો કાટ હોય છે.

પાને રંગ બદલ્યો એટલે ખરી પડ્યું ,
નહીં તો, વૃક્ષને સાચવવામાં ક્યાં વાંધો હોય છે.

સંકટોના વનમાં ભટકતા ભટકતા,
લીલોછમ માનવી રણ બની જાય છે.

શૂન્ય માં આપણી એકલતા હોય છે,
ને વર્તુળમાં પૂરો પરિવાર હોય છે.

જીવ છાયા ની શોધ માં ભટકતો રહે છે,
વગર વાંકે નમતી ડાળીઓ કપાતી હોય છે.

આંસુને ધારદાર કહે એમાં ખોટું શું છે,
હૃદય ચીરીને ને તો વહેતું હોય છે.

                            ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111667406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now