ચાલો સમજાવો , પ્રેમ શું છે,?
જીવન ઝરમર માં વ્હેમ શું છે?

ત્યાગી દેવાની વાતો છે ફક્ત,
ધતિંગો ધર્મોમાં , એમ શું છે?

પીળા પણું દેખાય છે પીળિયે,
ધાતુ માં જો માટી, હેમ શું છે ?

મનમેળ વગર મળે છે સંબંધો,
પૂછવું પડશે માટે ત્યાં કેમ શું છે?

આનંદ વગર જીવન છે નકામું,
આદર્શ માં બાંધે એ નેમ શું છે?.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111666113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now