કેમ છો મિત્રો, આજે માતૃભાષા દિવસ છે. પહેલા થયુ કે શુ લખવુ એના વિશે બસ એક દિવસ લખીને બધા ભૂલી જશે. પણ છતા મન થઈ ગયુ કે સાહિત્ય સાથે જોડાયેલી છુ તો મારી ભાષા વિશે કંઈક તો લખું જે હુ અનુભવુ છુ. મિત્રો ભાષા એ અભિવ્યકિતનુ સૌથી મોટુ અંગ છે. અને એમા પણ માતૃભાષા એ તો આપણી કોઈપણ લાગણીને વ્યક્ત કરવા માટે ઉત્તમ છે. આપણે કોઈ પણ પ્રદેશમા રેહતા હોઈએ પણ જ્યારે આપણા અંગત માણસો સાથે મનના વિચારોને વ્યક્ત કરવાનુ આવે ત્યારે માતૃભાષા જ શ્રેષ્ઠ પગથિયું હોય છે. આપણે ગમે એટલી ભાષા શીખી લઈએ પણ આપણી માતૃભાષાને ના ભૂલવી જોઈએ. હું એમ નથી કેહતી કે બીજી ભાષા શીખવી ખરાબ છે. પણ આપણી માતૃભાષાના બદલામા તો નહી જ આજના સમયમા માણસે જમાના પ્રમાણે ચાલવુ પડે. અને એના માટે અંગ્રેજી કે બીજી ભાષા શીખવુ ખોટુ નથી. પણ ખોટુ ત્યારે થાય જ્યારે આપણે એને આપણી માતૃભાષાથી ઉપર ગણવા લાગ્યે. અને આપણી ભાષાને તુચ્છ ગણવા લાગીએ. જો આપણને આપણી ભાષા બોલવામા જો શરમ આવતી હોય તો આપણાથી બદનસીબ બીજુ કોઈ નથી. એવી જ રીતે બીજાની ભાષાને તુચ્છ ગણવુ એ પણ ખોટુ જ છે. કેમ કે આપણા માટે જે બીજી ભાષા છે એ બીજા કોઈ માટે એની માતૃભાષા જ છે. ટૂંકમા એટલુ જ કહેવા માંગુ છુ કે દરેક ભાષાની ઈજ્જત કરવી જોઈએ અને શરુઆત આપણી માતૃભાષાથી કરવી જોઈએ.

મિત્રો જ્યારે માતૃભાષાની જ વાત છે તો મને મારી ગુજરાતી ભાષા પર ગર્વ છે. એક ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણામા જાય એ પોતાની ભાષા દ્વારા જ સામે વાળા સામે પોતાની વાત મૂકી ને જ રહે છે. ગુજરાતી ભાષા એ એક એવુ દુધ છે. જેમા કંઈ પણ ઉમેરો એ પોતાનો આગવું રૂપ બનાવી જ લે છે. જો એમા ખાંડ અને ભાત નાખીશું તો એ ખીર બની જશે અને જો એમા હળદર અને મીઠું નાખીશું તો એક ઔષધી બની જશે. એ કોઈપણ સાથે પોતાનુ અસલ રૂપ ના છોડતા બીજા સાથે સમન્વય સાંધી જ દે છે.

તો મિત્રો આપણે ગુજરાતી છે અને ગર્વથી ગુજરાતી બોલીને ગુજરાતી ભાષાનુ આદર કરતા રહેવાનું.

😊😊😊🙏🙏🙏🙏🙏

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111665004
Kamlesh 3 years ago

વાહ!!! જીજી....

Tinu Rathod _તમન્ના_ 3 years ago

ખૂબ સરસ.. 👌 આપને પણ માતૃભાષા દિવસની શુભકામનાઓ..🙏

Shefali 3 years ago

ખૂબ સરસ, એકદમ સાચી વાત છે 👌🏼

shekhar kharadi Idriya 3 years ago

યથાર્થ નિરુપણ...

Rudra... 3 years ago

એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી , હું ને મારી ભાષા બન્ને છે ગુજરાતી..!! "વિશ્વ માતૃભાષા દિવસ ની હાર્દિક શુભકામનાઓ"

Parmar Geeta 3 years ago

એકદમ સાચી વાત છે.👌👌

Jay _fire_feelings_ 3 years ago

ખુબ સરસ 👌👌

Krishna 3 years ago

Ekdm sachi vaat Di 👍👍👍👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now