👌👌👌👌👌👌👌👌👌👌👌👌

Very Nice Quote

હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ ?

આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ?

હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ ?

નાની નાની વાતોને દિલથી લગાવીશું, તો પછી સંબધ નિભાવશે કોણ ?

છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?

ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?

યાદોના ગમ માં ડૂબી જઈશ હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ ?

એક અહં મારો, એક તમારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ ?

જિંદગી કોને મળી છે ? હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?

આપણા બન્નેનાં ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?

એટલે જ.......

એકબીજાનું માન રાખો.
ભૂલોને ભૂલી જાવ.
ઈગો ને એવોઇડ કરો.

જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Thought by Ghanshyam Patel : 111664495
મનોજ નાવડીયા 3 years ago

Banne ni Sharuaat j evi karo ke aavu bane j nahi.... Pan manushya nathi samjata

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now