લઘુ વાર્તા:- "એ ગોઝારી દુઃખદ દુર્ઘટના"

આજે નવા વિષયવસ્તુ આધારિત અને સંવેદનશીલ સત્યઘટના આધારીત લઘુ કથા લઈ ઉપસ્થિત થયો છું. આ વાર્તા મારી સાથે ભણતા મિત્ર સાથે થયેલી દુર્ઘટનાથી ઉત્પન્ન ભયાનકતા કેવી હોય છે, એ વર્ણવવાનો પ્રયાસ આ વાર્તા થકી કરું છું.

આજથી લગભગ 20 વર્ષ પહેલાં નો એ ગોઝારો દિવસ હતો. હું મારા નિત્યક્રમ મુજબ લગભગ સવારના દસ વાગ્યે સિલાઈ કામ કરી રહ્યો હતો.ત્યાજમને સમાચાર મળ્યા કે તમારો મિત્ર સતીશ મકવાના ખૂબ ગંભીર રીતે દાઝ્યા છે.અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આવા ગંભીર સમાચાર મળતાં સતીશ ને મળવા ને હાલચાલ પૂછવા હોસ્પિટલ પહોંચ્યો. સતીશ ને આવી ગંભીર હાલતમાં જોવું મારા માટે ખૂબ અઘરું હતું.કારણ કે અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, અને કયા સમયે શું થઈ જશે કંઈ જ કહી શકાય એમ ન હતું. મનમાં સતત ઈશ્વરને પ્રાર્થના કરતો કે કોઈ અમંગળ ઘટના ન બને.

સતીશ ના મોટાભાઈ સાથે વાતચીતથી જાણવા મળ્યું કે સતીશ જે કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાં સવારના 8:30 સતીશ ની નજીક રહેલું બોઇલર અચાનક ફાટતા, સતીશ માથાથી કમર સુધી સંપૂર્ણ રીતે દાઝ્યો, ને કમર સુધીની ત્વચા ઉતરી ગઈ હતી. ફક્ત આંખો સતીષના હાથથી ઢંકાઈ ગઈ હોય બચી ગયેલી.

આવી ગંભીર હાલતમાં મારા મિત્ર ને મારે જોવો અતિકષ્ટદાયક અને આઘાતજનક હતું. આવી ગંભીર હાલતમાં આઈસીયુમાં દૂરથી જોઈ મને ચક્કર આવવાં લાગ્યાં, બાજુ ઉભેલાં સતીશ ના મોટા ભાઇએ મને સાંભળ્યો.

સતીશ ની પીડાદાયક સારવાર લગભગ પાંચથી છ માસ ચાલી. અનેક સર્જરી દ્વારા કંઈક અંશે દુર્ઘટનાની ભયાનકતા ઓછી કરી શકાય. આજે પણ એ દુર્ઘટના ની નિશાનીઓ રહી રહીને મને પણ દુઃખી કરી બેચન કરી રહીં છે.

આજે આટલા વર્ષો વીત્યા પછી પણ એ ગોઝારી દુઃખદ દુર્ઘટનાની યાદ દિલને હચમચાવી બેચેન કરી રહી છે. અને આ માટે અન્ય કારણ માનવતા નો સદંતર અભાવ, એ કંપનીએ આચરેલી કાર્યપદ્ધતિથી પ્રગટ થયો. કંપનીએ ફક્ત હોસ્પિટલની સારવારનો ખર્ચ જ ઉઠાવ્યો, વળતર પણ ન ચુકવ્યું કે હોસ્પિટલ અને આરામ કરવા માટે ઘરે રહ્યો, એનો પગાર પણ ના આપ્યો.

સતીશે ફક્ત શારીરિક જ નહીં પણ આર્થિક અને માનસિક યાતનાઓ મહિનાઓ સુધી નહીં પણ વર્ષો સુધી ભોગવવી પડી. અત્યારે તો પોતાની સ્વતંત્ર દુકાન કરી સદ્ધર થઈ ચૂક્યો છે.અને ઈશ્વર કૃપાથી પ્રેમાળ પત્ની અને બે બાળકો સાથે સુખી સંસાર વ્યતિત કરે છે.

દોસ્તો જેટલી તકલીફ શારીરિક નથી થતી એટલી તકલીફ અમાનવીય અને સંવેદના વિહીન વર્તન વ્યવહારોથી વ્યક્તિને થાય છે.હુ સાચું કહી રહ્યો છું ને...?

શું પૈસા જ મહત્વના હોય છે.....?

વ્યક્તિની, માનવીની જિંદગીનું કોઈ મૂલ્ય નથી....?

શું પોતાને ત્યાં કામ કરતા નોકરી કરતા વ્યક્તિઓનું કોઈ જ મહત્વ નથી......?

એમની શારિરીક તેમજ માનસિક સુરક્ષાનું ધ્યાન રાખવું માલિક ની જવાબદારી નથી.......?

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Story by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 3 years ago

શેખર જી રદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ 🙏

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત હૃદયદ્રાવક ઘટનાનું સચોટ વર્ણન...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now