"પ્રેમની મોસમ..."


પ્રેમ વિશે વાત કરતા હોઈએ તો મુકુલ ચોકસી સાહેબ લખે છે કે, " તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ.જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ..."

થોડા દિવસથી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે.સોશિયલ મીડિયામાં પણ આજકાલ બધે પ્રેમ જ પ્રેમ છવાયેલો છે.હવે મને લાગે છે પ્રેમ પણ અપડેટ થઈ ગયો છે.જે પ્રેમ પેહલા "હું" અને "તું" નામની બે વ્યક્તિ વચ્ચે સીમિત હતો એ હવે જગજાહેર થવા લાગ્યો છે. સ્ટોરી અને સ્ટેટ્સ પૂરતો જ જોવા મળે એને ખરેખર પ્રેમ કહી શકાય...!!ના બિલકુલ ના જ કહી શકાય.આકર્ષણને પ્રેમનું નામ આપવું એ તદ્દન ખોટું છે .

પ્રેમ ઉપર આજ સુધી ઢગલો પુસ્તકો લખાયા છે છતાંય પ્રેમને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતો નથી.પ્રેમ એ ખુલ્લાં આકાશમાં ઉડતા પક્ષી સમાન છે એને પિંજરામાં કેદ ના રાખશો.એને એક ખુલ્લું આકાશ આપો.જ્યાં એ મન ભરીને ઉડી શકે.એને હક,શક,નાત,જાત,રૂપ,રંગ જેવા દરેક બંધનોથી મુક્ત કરી દો.પામી લેવાથી કોઈ માણસ ક્યારેય તમારું નથી થઈ જવાનું.કદાચ એ શરીરથી તમારી સાથે જોડાયેલુ હશે પણ મનથી એ ક્યારેય તમારું નહિ થાય.ગુલાબનું ફૂલ આપવુ કે ઘૂંટનીયે બેસીને આઈ લવ યુ કહેવું એ જ પ્રેમ છે એવું જરાય નથી.ફૂલ ભલે ના આપો પણ ફૂલની જેમ એને સાચવજો.ચોકલેટ અને ટેડી આપવાની જરૂર જ નથી માત્ર થોડું વ્હાલ અને અને થોડું માન આપજો.પ્રપોઝ કરવું પણ જરૂરી નથી કારણકે જો પ્રેમ સાચો હશે તો એક 'હા' અથવા 'ના' થી બદલાઈ નથી જવાનો.

તમે 21 ના હોવ કે 51 ના હોવ પણ મહત્વનું એ છે કે પ્રેમ હતો ,છે અને રહેશે. ‘લા મિઝરેબલ’ નાટકમાં વિક્ટર હ્યુગોએ લખેલા પ્રેમસંવાદનું એક વાક્ય છે કે, '‘ધ સુપ્રીમ હેપ્પિનેસ ઑફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય સમબડી, સમવ્હેર.’' આપણને જગતના કોઈક ખૂણે ક્યાંક કોઈક ચાહે છે તે વાતની હૈયાધારણ થાય છે, તે બહુ કીમતી છે.ગઝલ સમ્રાટ અંકિત ત્રિવેદી પણ કહે છે કે, "જે માણસ પ્રેમમાં નથી પડ્યો એ હજી માણસ તરીકે ઘડાવાનો બાકી છે." મેં ક્યાંક વાંચેલું છે કે,પ્રેમ કરશો કે કવિતા બે ય છે સરખી રમત ,ચાર શબ્દો ચાલશો,તો તેર શબ્દો ખુટશે. સંત કબીર સાહેબ પણ લખે છે કે, ''ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય...અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય. ડેવિડ વિસ્ફોટ કહે છે કે, "ટુ બી લવ્ડ ઈસ ટુ ફીલ ધ સન ફ્રોમ બોથ સાઈડ. "પ્રેમ કરવો એ બંને બાજુથી સૂર્યનો અનુભવ કરવા સમાન છે.


અંતે તો બસ એટલું જ કહીશ કે,પ્રેમનો કોઈ દિવસ માનવીએ કે ના માનવીએ પણ દરેક દિવસે પ્રેમ હોવો જોઈએ.પ્રેમ કરવા માટે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનવું જરૂરી નથી હોતું .તમે એક પેરેન્ટ્સ તરીકે,એક મિત્ર તરીકે,ભાઈ કે બહેન તરીકે પણ પ્રેમ કરી શકો છો.દરેક સંબંધમાં પ્રેમ રહેલો છે.આપણને જ ક્યાંક માણતા નથી આવડતું.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

ચાહે જો તુમ્હે પુરે દિલસે
મિલતા હૈ વો મુશ્કિલ સે
એસા જો કોઈ કહી હૈ
બસ વહી સબસે હસીન હૈ
ઉસ હાથ કો તુમ થામ લો

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111659293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now