"સ્ત્રીનું સ્ત્રીત્વ"
-@nugami
ઊંચા શિખર પરથી છલાંગ મારવામાં આવે તો એ કેવી સ્થિતિ લાગે?
કેવું લાગે?
ઉત્સુકતા,અચરજ, ગભરાટ,જિંદાદિલી, ડર,વહેમ,ખંત,હિંમત,વિશ્વાસ,ધૈર્ય.....બધું જ એક જ વખતે આત્મામાં સમાઇ જાય...
બસ સ્ત્રી નું પણ કંઇક એવું જ છે......
એને હર એક ક્ષણે આ બધા માંથી ગમે તે નો ગમે ત્યારે સામનો કરવો જ પડે છે.
રહી વાત સ્ત્રીના સ્ત્રીત્વની......
તો એ evergreen છે. સ્ત્રી સુધી પહોંચવા એના સ્ત્રીત્વને જીવવું પડે છે, અને જીતવું પડે છે.
મેં આગળ પણ લખેલું છે,કે સ્ત્રીને કોઈ મહાન પુરુષની જરૂર નથી,પણ એને એક એવા પુરુષની જરૂર છે,જે એના વ્યક્તિત્વને, એના સ્ત્રીત્વને સમજી શકે,
નહિ કે માત્ર માણી શકે!
આમ જોઈએ તો સ્ત્રી પોતાના માં જ પરિપૂર્ણ છે,
એને કોઈ પુરુષ ક્યારેય પણ પૂર્ણ કરી શકતો નથી.
કારણ,
સ્ત્રીના ગર્ભમાં જ પુરુષે જન્મ લેવો પડે છે,
તો એ કેવી રીતે શક્ય છે,કે કોઈ પુરુષ સ્ત્રીને પૂર્ણ કરી શકે? આ મારું અંગત મંતવ્ય છે.
હંમેશા ભાવવિભોર, લાગણીથી તરબોળ, વ્હાલનો દરિયો, ચિંતાનો સાગર, પ્રેમથી ભરપૂર હૃદય.....આ બધું જ સ્ત્રીના સ્ત્રીત્વને એક મોટી છલાંગ આપે છે.
લોકો કહે છે,"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ" .
પણ મેં જોયું છે,જો સ્ત્રીની પાની ના હોયને ,તો કોઈ ઘર હોય કે કોઈ વ્યક્તિ, એના વિના એક ડગલું પણ આગળ ના ભરી શકે.
સ્ત્રીના રૂપ તો બધા જ જાણે છે,
પતિ માટે પત્ની, પિતા માટે પુત્રી ,સંતાન માટે મા ,એની પ્રિય વ્યક્તિ માટે પ્રિયતમા.....
પણ ,એના સ્ત્રીત્વ સુધી કોઈ પહોંચી શકે એમ છે????
ક્યાંક ને ક્યાંક સંબંધોના બોજ હેઠળ સ્ત્રી અધૂરી રહી જાય છે.
સ્ત્રી માં, ભોળપણ,સ્વાર્થ,પરમાર્થ,સ્વાધીનતા,પરાધીનતા,ચાલાકી જેવી દરેક ભિન્નતા જોવા મળે છે.
પણ સ્ત્રીત્વ તો એને એના આત્મસન્માનથી જ મળે છે.....
ખરેખર,સ્ત્રીત્વ ક્યાંય જોવા નથી મળતું, પણ એ સ્ત્રીત્વ ને સ્ત્રીએ ઘડવું પડે છે,પોતાની ભીતર.....
વ્યક્તિ શોખ માટે શરીર પર અવનવા છૂંદણાં છુંદાવે છે,ત્યારે દેહ પર જીણા તીણાં ઘા તો લાગે જ છે.અને એક છાપ ઉપસી આવે છે,જે ખૂબ જ સુંદર લાગે છે.
બસ,એજ રીતે સ્ત્રી જીવન ના દરેક પડાવ પર ચરિત્ર નાં, સન્માન નાં, ધિક્કાર નાં,લાચારી નાં, પ્રેમનાં, વહેમ નાં,લાગણી નાં,નફરત નાં છૂંદણાં પોતાના અંતર મન પર છુંદાવતી રહે છે - એની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ પાસેથી...
"કોઈ શું કહેશે?" - આ વાક્ય દરેક સ્ત્રી ના જીવન પર માઠી અસર કરી જાય છે.
એ પોતાનું ધાર્યું કરી શકતી નથી.અને કરવા મળે તો પણ ઘણી બધી શરતો ને આધીન.
જ્યાં સુધી સ્ત્રી બીજા ને આધીન રહે છે,ત્યાં સુધી એ અંતર મન થી પોતાની સાથે રહી શકતી નથી.પણ જ્યારે મક્કમ થઈ ને અંતર મનથી જીવવા માંડે છે,ત્યાર પછી એને કોઈ બીજા ને આધીન રહેવું પસંદ નથી રહેતું.
આજ તો તાકાત છે સ્ત્રી ના સ્ત્રીત્વની.
સ્ત્રીના સ્ત્રીત્વ પર લખવા બેસીએ તો,પાંચમો ગ્રંથ લખાઈ જાય.
"જેનામાં ઈશ્વર ને જન્મ આપવાની યોગ્યતા છે,એ સ્ત્રી સામાન્ય કેવી રીતે હોઈ શકે?"
-@nugami

-- Anita Patel

https://www.matrubharti.com/bites/111657730

Gujarati Motivational by Kunal Bhatt : 111657753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now