Today's reality
ખૂબજ સરસ લખાણ છે, 2 મિનટ શાંતી થી વાંચજો

એક બગીચા માં 2 વડીલો બેઠા હતા.. બંને વાતો કરતા હતા..

પેહલા વડીલ બોલ્યા : મારી એક પૌત્રી છે.. ઉંમર લાયક થઇ ગઈ છે.. BE કરેલ છે એણે... એના લાયક કોઈ છોકરો ધ્યાન માં હોય તો કેહજો...

બીજા વડીલ બોલ્યા :- તમારે કેવું કુટુંબ જોઈએ છે, તમારી પૌત્રી માટે કેવો છોકરો જોઈએ.. ?

પેહલા બોલ્યા :- કઈ ખાસ નહીં. બસ છોકરા એ ME / M.TECH કરેલ હોય... પોતાનું ઘર હોય... પોતાની કાર હોય.. ઘર માં ac હોય.. પોતાનો બાગ બગીચો હોય... સારી એવી નોકરી હોય જેમાં એનો પગાર એક લાખ પ્રતિ મહિના જેટલો હોય...
બીજા વડીલ બોલ્યા :- બીજું કઈ ?

પેહલા બોલ્યા :- અને હા, સૌથી જરૂરી વાત, એ ઘર માં એકલો જ હોય.. મા બાપ , ભાઈ બહેન ન હોવા જોઈએ... એમાં એવું છે ને કે આ બધા હોય તો લડાઈ ઝઘડા બહુ થાય ને..

બીજા વડીલ ની આંખો ભરાઈ આવી.. ને એ આંસુ લૂછતાં લૂછતાં બોલ્યા.. :- મારા એક દોસ્ત નો પૌત્ર છે... એના ઘર માં કોઈ નથી.
એના મમ્મી પાપા એક એક્સિડન્ટ માં ગુજરી ગયા છે. ને ભાઈ બહેન નથી... સારી એવી નોકરી છે... દોઢ લાખ પગાર છે પ્રતિ મહિના.. ને ઘર છે ગાડી છે , નોકર ચાકર છે..

પેહલા બોલ્યા :- તો કરાવો ત્યાં સબંધ પાકો..

બીજા વડીલ બોલ્યા : પણ એની પણ એક શર્ત છે.. એ પણ ઈચ્છે છે કે છોકરી એકલી હોવી જોઈએ... છોકરી ના મા બાપ , ભાઈ બહેન , કે કોઈ સગા સબંધી ન હોવા જોઈએ..
એટલું કેહતા કેહતા એનું હૃદય ભરાઈ આવ્યું.. પછી બોલ્યા : હા હા, એક કામ કરો તો થાય. તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો તો ત્યાં વાત ગોઠવાઈ એમ છે...

પેહલા બોલ્યા :- શું બકવાસ કરો છો.. એમાં મારો પરિવાર શું કામે આત્મહત્યા કરે ? કાલ મારી દીકરી ને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ રેહશે.. સુખદુઃખ માં કોણ દેશે એનો સાથ... ?

બીજા વડીલ બોલ્યા :- વાહ મારા દોસ્ત. ખુદ નો પરિવાર પરિવાર.. ને બીજા નો પરિવાર કઈ નહીં..

મારા દોસ્ત છોકરાઓ ને પરિવાર નું મહત્વ સમજાવો.. ના કે એને પરિવાર થી દૂર કરો... કેમ કે નાના- મોટા, વડીલ બધા એક બીજા માટે જરૂરી છે... નહિ તો લોકો ખુશી ને દુ:ખ નું મહત્વ જ ભૂલી જશે. જો કોઈ એમાં સાથ દેવા વાળું નહીં હોય તો.. જિંદગી નીરસ બની જશે..

મીત્રો પરિવાર છે તો જ ખુશી છે જીવન માં.. બાકી બધું બેકાર છે.. કેમ કે સુખ દુઃખ માં હમેશા આપણો પરિવાર જ આપણી સાથે સારો લાગે... બાકી એના વગર કોની સાથે આપણે સુખ દુઃખ વહેંચી શકીયે... કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા. ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું..

* હરિ ૐ.... મારા વાલા *

Gujarati Motivational by અમી વ્યાસ : 111657214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now