ધીમા છે પણ આ શ્વાસ હજી બાકી છે.
ધકડન ઉપર વિશ્વાસ હજી બાકી છે.

ભુલાયેલી યાદ ઘણી તાજી લાગે છે.
ક્યાંક મુલાકાતની આશ હજી બાકી છે.

આ ઉદાસીને જરાક સમજાવી દેજે,
અહીં જાત માટે કડવાશ હજી બાકી છે.

રહેવાને ઘર , કેમ શોધતો ફરું છું...!!
જાત સાથે વનવાસ હજી બાકી છે.

હતા, છે, હશે એ બધાની વાત ક્યાં કરી છે...!!
જીવીને મરેલી એક લાશ હજી બાકી છે.

દૂર દૂર મૃગજળ જેવું કઈંક તો દેખાય છે.
ગમતી કહી શકાય એવી એક ખાસ હજી બાકી છે

ધીમા છે પણ આ શ્વાસ હજી બાકી છે.
ધકડન ઉપર વિશ્વાસ હજી બાકી છે.

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111653677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now