- તમારા ભાગ્યના ઘડવૈયા તમે જ છો. તમારા આસપાસ ની બધી વસ્તુઓ તમારાં અંકુશમાં છે. તમે તેને યોગ્ય દિશા આપી શકો છો, તેના પર પ્રભાવ પથારી શકો છો. તમે તમારા જીવનને જેવું ઈચ્છો એવું બનાવી શકો છો.
જીવનમાં સૌથી પહેલું કામ પોતાની લાઈફ નું સ્ટિયરિંગ પોતાનાં હાથમાં લઈ લેવાનું કરવું જોઈએ. ઘણા બધા લોકોનાં જીવન પર કોઈ બીજાનો અધિકાર હોય છે. કાકાની વાતને હું ન ટાળી શકું. પપ્પા એ કહ્યું એટલે પૂરું થઈ ગયું. સ્ટિયરિંગ હાથમાં લેવાનું જોખમ ઉઠાવતા પણ લોકો ડરે છે. ક્યાંક નિષ્ફળતા મળે તો? ટૂંકમાં પોતે બીજાની ગાડીમાં બેઠા હોય તો અકસ્માત થાય તો વાંધો નહીં. તેના કરતાં બહેતર છે કે આપણે જાતે ગાડી ચલાવી એ અને અકસ્માત સર્જાઈ જાય. એમ કરવાથી કમસેકમ લાઈફ બહેતર બનાવી શકાશે.

Gujarati Microfiction by Mahesh Vegad : 111650681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now