વિરગાથા


શહીદી વહોરવા તું આવી ગયો
 જે અણધારી હતી આફત તે હટાવી ગયો
શાન હિંદની તું બતાવી ગયો
તું નમી ને બધાને રડાવી ગયો
લોહી વહાવીને વાયદાઓ નિભાવી ગયો
બંજર ધરતીમાં ફૂલો તું વરસાવી ગયો,
  શાંત ચિત્ત જોઈ શાંતી શરમાઈ ગઈ
ધીરજ ધરી એવી કે ધીરજ ભરમાઈ ગઈ
હિંદની કિસ્મત તારાથી બદલાઈ ગઈ
તારી જિંદગીની બાજી પલટાઈ ગઈ
તું હતો કે બધું સંભાળી ગયો
બંજર ધરતીમાં ફૂલો તું વરસાવી ગયો
શહીદી વહોરવા તું  આવી ગયો....✍️

-Krupali Kapadiya

Gujarati Poem by Krupali Kapadiya : 111650403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now