એ શુદ્ધ ભાવ તને નહીં સમજાય, રહેવા દે
મારા મનોભાવ તને નહીં સમજાય, રહેવા દે.

હું વાત કરું ચુંબનની તો શું લાગે તને?
અરે સેક્સ જ દેખાય, રહેવા દે.

આશ્લેષ, આલિંગન અઘરાં પડશે,
તારું 'હગ' મને નહીં સમજાય, રહેવા દે.

હું માંગું ખભો ને ધરું મસ્તક પણ
તને છાતી જ દેખાય ! રહેવા દે.

હા, કહું છું તને કે સ્પર્શ તુૃં મને
એનું તને શુંયે કળાય, રહેવા દે.

જો તન ન હોત તો સ્નેહ ન હોત,
એ મને હવે સમજાય, રહેવા દે.

--નિર્મોહી

Gujarati Sorry by Yaad Hamesha : 111650359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now