UPSC DAY 1

આજે એ દિવસ આવી જ ગ્યો
સુવર્ણ યુગ તો નથી જોયો પણ સુવર્ણ દિવસ આજે હું ચોક્કસ કઈશ
પણ!
બધા કામ માં પ્રશ્ન ચિહન આવે જ
મારો પણ એટલે કે પ્રશ્ન કંઈક એવો હતો
સાવરે ઉઠતા વેત એક સવાલ આવ્યો
બુક નોતી
પેન નોતી
મોબાઈલ માં ચાર્જિંગ પણ નોતું
સાલું ત્યારી કેમ કરીશ????

દિવસ ની શરૂઆત કરું એ પેહેલા
રિવાઇન્ડ મારી લઇ
એક દિવસ નક્કી કરેલું કે upsc ની preparation start કરીશ
પણ સમય નોતો આવતો ત્યારે એક ભવિષ્ય ias ae યાદ દેવડાવ્યું શુ થયું? Upsc નું કે english નું

સવાર પડી વિના એલાર્મ એ
કીધુ 2 મિનિટ હજુ સુઈ લવ ને પછી જે ઝડપ બોલાવી ત્યાર થવામાં બીજા રૂમ માં ગરમ પાણી ની શોધ માં અરે... શિયાળો ચાલે બાપુ...
ફટાફટ ત્યાર થઈ પ્રાર્થના કરી ને
ખબર પડી બુક તો ઓફિસે રઈ ગઈ અને મોબાઈલ માં ચાર્જ ભી નોતું છેવટે બુક મળી મોબાઈલ ચાર્જ ભી થયેલો અને પત્ની ને ઉઠાડી ઓહ માં...
બી ગઈ હાહા...
કીધુ કઈ ડાયરી અને પેન શોધી આપ
ચલો બધુ મસ્ત ગોઠવાઈ ગયું
મુહૂર્ત રાતે જ જોઈ લીધેલું
મુહૂર્ત જોવું પડે ને કારણ નોકરિયા તો બહોત સારી હે પરંતુ નોકરી સિર્ફ એક ઓર વો હે ias કી
અરે... રુકો જરા...
ગુજરાતી માં જે આંનદ છે એ કેમ ને ભુલાઈ
કલેક્ટર...
રાતે મેં નક્કી કરેલું શરૂઆત કઈ બુક થી કરું
ભાગવત ગીતા થી?
કહેવાય છે બધા પ્રશ્નો નો જવાબ તેમાં છપાયેલો હા છપાયેલો કીધુ કારણ જવાબ છુપાયેલો છે જે છપાયેલો છે પણ કોઈ વાંચતું નથી!!!
ભાગવત ગીતા મળી નહીં પછી એક શ્લોક નો એક શબ્દ યાદ આવ્યો કર્મ હા.. જી કર્મ કરે તો ફળ મળે
બસ પછી શું બુક લીધી હાથ માં ઇતિહાસ ની બુક હંમેશા માટે માનીતી બુક પુલકીશ રાજા વિશે માહિતી હતી અને અશોક શિલાલેખ વિશે એક વાર વાંચ્યું હજુ એટલે હવે કાયમી યાદ રહશે શુકામ? સારૂ કર્મ એટલે સારૂ કામ જો કરવાનો છું દેશ ની સેવા જ કઇ દવ
બોધપાઠ એ મળ્યો કે દિલ થી સારૂ કાર્ય કરી અને 100% કામ માં આપી ભલે મુશ્કેલી આવે તો પણ તમને સફળતા મળે જ
બાકી આજે વાંચેલી બુક મેં 2/3 વાર વાંચેલી પણ dyso ni exam આપી એમાં યાદ જ નાં આવ્યું કારણ નીતિ અને કામ માં 100%
તો આજે ભાગવત ગીતા નો અનુભવ થઈ ગ્યો
પછી બઁધારણ અને ગુજરાતી અને કર્સીવ પણ લખ્યું અરે...બધુ કરવું પડે મુહર્ત માં બોસ
ત્યાં મારો son ઉઠી ગ્યો તેના રૂમ માં ગ્યો મારી પાસે બેઠાડયો બુક આપી એને ભી વાંચ્યું એની ભાષા માં dady homework કરવું છે
તો અહીંયા ભી જાણવા મળે કે દેશ નું ભવિષ્ય બાળકો અને એ આપણા હાથ માં છે કેમ આગળ લાવવું હું તેને મોબાઈલ કે ટીવી ચાલુ કરી શકેત પણ નાં કર્યું તો એ ભી વાંચવા બેઠો
બસ તો પછી મુહૂર્ત જોઈને જ આજના વાંચવાનો પ્રોગામ બુક ને દર્શન કરી આજ પૂરતો સ્થગિત રાખ્યો

📝બોધ પાઠ
👉હાર નો માનવી
👉કર્મ કરી તો ફળ મળે
👉બીજાને સાચી દિશા બતાવી
👉વેદો, પુરાણો વિશે મહત્વ વધુ જાણવા મળ્યું
👉કામ માં 100% આપવા
અને મન/દિલ થી કામ કરવું
👉સમય કાઢવાનો નઈ પ્રબળ ઈચ્છા કરો એટલે નીકળી જાય ટૂંકમાં દાનત હોઈ તો બધુ થાઈ

Gujarati Blog by Pintu Bhatti : 111650324
Pintu Bhatti 3 years ago

Thank you for liking the post so fast!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now