થાય છે

કર્મોની બીક ક્યાંક તો છે મનમાં,
તેથી ગંગાકિનારે ભીડ એકઠી થાય છે.

ઉગતા સૂર્ય સામે આંખ પણ નથી ઉઘડતી,
ડૂબતા સૂર્યને જોવા ટોળા જમા થાય છે.

એક નાનો અમથો ઘા શું લાગ્યો જીવનમાં,
ખોતરવા માખીઓ એકઠી થાય છે.

ઝરણાંનું ખળખળ વહેતું સૂરીલું સંગીત,
પથ્થર સાથે અફડાવાથી તાલબદ્ધ થાય છે.

શ્વાસોના સરવાળા માંથી ઉંમરની બાદબાકી કરીએ,
તો હિસાબ સરભર થાય છે.

જેની ઇચ્છાઓ સૂર્યોદય થતાં જ બેઠી થાય,
આથમતી નથી, તેની ઉંમર નો રોજ ઉદય થાય છે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111650101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now