છે અણગમો શેનો કહી દે ને !
વાત હોય દિલમાં બોલી દે ને.

વધુ ના વિચારીશ ! થાય એવું કે વાત કરી લેવી જોઈએ એકવાર તો ફોન કરજે ને, મનેય ગમશે ! અને એ બહાને કદાચ તારા હૃદયનો ભાર થોડો હળવો પણ થઈ જાય. વિચારવામાં તો શું છે ને કે પછી ઇગો હાવી થઈ જશે, ને શું કામ હું ? જેવો પ્રશ્ન ઊભો થઈ જશે અને પછી તો તું ચાહી ને પણ કંઈ ના કરી શકીશ. બસ એટલે જ કહું છું બસ એકવાર વાત કરી લેજે, હશે જે પણ એ હલ કરવાની કોશિશ તો કરીશું બાકી નું પછી જોઈ લઈશું.

સેવ્યા છે સપના સૌ જીવી લે ને,
મળે જો અવસર તો માણી લે ને.

ક્યારે શું થશે એ નક્કી નથી. આજે છે સાથે તો જે પણ ઈચ્છાઓ છે ચાલને જીવી લઈને ! તારા મનમાં પણ કંઇક એવું તો ફીલ થતું હશે ને મને લઈને કે જેવું મને મનમાં થાય છે તને લઈને. ક્યાંક કોઈ કારણે આ સમય નીકળી જશે તો માત્ર અફસોસ જ રહી જશે. અને તારી આંખો ને આમ અડધી રાતે ભીની થવું પડે એ ચાલશે તને ? નઈ ને ! તો ચાલને, મૂકી બધી ઉપાધિ માળીએ આ વ્હાલના વરસાદમાં થોડું પલળી લઈને. શું કામ જતું કરીએ, સઘળું મન ભરી માણી લઈએ ને.

કરવો છે પ્રેમ તને તું કહે એથી પણ વધારે,
જેમ સાગરને વિસ્તરવું ગમે રેતના કિનારે !

કેટલી છે ચાહત એ કહી તો ના શકું ! પણ હા, તારા મળવા આવ્યા પછી મને તું ફરી જવાની ઈચ્છા પણ ના સેવે એ હદે તને મારા પ્રેમમાં ગરકાવ કરી દેવી છે. અને ઈચ્છા સેવે તો પણ એજ કે હજી બસ વધુ ને વધુ અને એથીય વધુ હું તને પ્રેમ કરું અને માત્ર તારો બની તારી પાસે રહું. કળા કોઈ નવીન નથી મારી પાસે પણ જે છે એના પરથી એટલું તો કહી શકું છું કે તનેય મારી આ પ્રેમ કરવાની રીત જરૂર ગમશે. બસ સાથ આપજે ને થોડો પછી એ હદે વિસ્તરસુ એકબીજામાં કે ચાહી ને પણ ત્યાંથી પાછા ફરવાની કોઈ ઈચ્છા જ ના રહે.

©મિલન લાડ. " મન "

Gujarati Blog by Milan : 111649849

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now