🌹 *આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.* 🌹

ફળે છે પ્રાથ ના , ને મહાદેવ મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે .

*_મારા દરેક મિત્રો ને સમર્પિત_*
🌹🌹🌹🌹

Gujarati Poem by Parmar Narvirsinh : 111649612
मनिष कुमार मित्र" 3 years ago

ખુબ સુંદર અને રદયસ્પર્સી મનોભાવ રજુ કરીતી રચના ધન્યવાદ

Parmar Narvirsinh 3 years ago

આભાર ભાઈ 🙏🙏🙏

Abbas khan 3 years ago

વાહ ..ભાઈ બહુજ સુંદર ..👍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now