આપણુ જીવન જ એવું છે જેમાં અનેક સંઘર્ષો જોવા મળે છે.સંઘર્ષો વિનાની કોઈની જિંદગી હોતી નથી.સંઘર્ષ વગર, મુશ્કેલી વગર જીવન જીવવામાં કોઈ મજા નથી આવતી.કેટલીક વાર સંઘર્ષ કર્યા પછી પણ સારુ પરિણામ નથી મળતુ ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ.

હંમેશા કોઈ પણ કાર્ય કરવા માટે જીવનમાં એક લક્ષ્ય રાખવુ જોઈએ.લક્ષ્ય રાખવાથી જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે એનો હિંમતથી સામનો કરી શકાય છે.

સંઘર્ષ ને કારણે થાક ચોક્કસ લાગે છે પણ એનું પરિણામ સુંદર જ આવે છે અને જો પરિણામ સારુ ન આવે તો પણ એમાંથી એક નવી શીખ તો મળે જ છે.એટલે સંઘર્ષ કરવાથી ક્યારેય ગભરાવુ ન જોઈએ.સંઘર્ષ આપણને અંદરથી મજબૂત બનાવે છે.

કોઈપણ કાર્ય જ્યારે મહેનતથી લગનથી, સંઘર્ષથી કરવામાં આવે ત્યારે એનું ફ્ળ સારુ જ પ્રાપ્ત થાય છે.

વ્યક્તિ જન્મથી લઈને એની અંતિમ યાત્રા સુધી સંઘર્ષ કરતો રહે છે.દરેક વ્યક્તિ આમાંથી પસાર થતો હોય છે.કેટલીક વાર શારિરીક રીતે સંઘર્ષ કરવો પડે છે તો કેટલીક વાર માનસિક રીતે સંઘર્ષ કરવો પડે છે.કેટલીક વાર પોતાની જાત સાથે સંઘર્ષ કરવો પડે છે તો કેટલીક વાર અન્યોની જોડે સંઘર્ષ કરવો પડે છે.

સંઘર્ષ વિનાનું કોઈનું પણ જીવન આપણને જોવા મળતું નથી. સંઘર્ષ વિના આપણને સફળતા પ્રાપ્ત પણ નથી થતી.સંઘર્ષથી મેળવેલી સફળતાનો સ્વાદ કઈક અલગ જ હોય છે.એટલે ક્યારેય પણ સંઘર્ષ કરતા ડરવું ન જોઈએ.અને સંઘર્ષ કરતી વખતે પરિણામની પણ આશા ન રાખવુ જોઈએ.બસ એક લક્ષ્ય નક્કી કરી ને જીવનમાં સંઘર્ષ કરવો જોઈએ.તો સંઘર્ષથી સફળતા પ્રાપ્ત થશે જ.

Rajeshwari Deladia

Gujarati Good Morning by Rajeshwari Deladia : 111649605
paresh patel 3 years ago

Absolutely true Struggling life always shape the personality

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now